256+ { Gujarati Suvichar } - જીવન ગુજરાતી સુવિચાર


 { Gujarati Suvichar }  - જીવન ગુજરાતી સુવિચાર




જીવનમાં સંપતિ ઓછી મળશે તો ચાલશે સાહેબ, બસ સંબંધ

એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે !!



નાની એવી જિંદગી છે, કોને કોને ખુશ રાખવા સાહેબ, જો દીવો

 પ્રગટાવીએ છીએ તો, અંધકાર ખોટું માની જાય છે !!




પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ, એક દિવસ એવો પણ

 આવશે જયારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો
 હશે !!



અમુકવાર શું બોલવું એના કરતાં શું ન બોલવું તેનું જ્ઞાન સંબંધો

સાચવી રાખે છે..!! 




રંગ જોઈને પ્રેમ ના કરો

કાળી કીડી કરડતી નથી પણ લાલ કીડીઓ જ સુજાડી દે છે.




            Positive Suvichar in Gujarati


જિંદગીમાં જે વસ્તુ જરૂરિયાત કરતા વધારે હોય તો તે ઝેર કહેવાય, 

ભલે પછી એ તાકાત હોય, ધન હોય, વિદ્યા હોય, ભૂખ હોય, લાલચ હોય,

અભિમાન હોય, પ્રેમ હોય, પ્રશંસા હોય, નફરત હોય કે પછી અમૃત..!! 



જીવનમાં ભૂલ થાય એ ખોટું નથી,

પણ એ ભૂલમાંથી કઈ જ શીખાય નહીં એ ખોટું છે..!!



સાહેબ છોડવું સહેલું હોય છે, 

ભૂલવુ નહિ..!! 



મૃત્ય સમય અને મૌસમ આ ત્રણ કોઈના સગા નથી. 

માટે શરીર સંપતિ અને સિક્કા ઉપર કોઈ દિવસ અભિમાન ના કરવું.....!!

Zindagi Gujarati Suvichar





મજબુરી મોડી રાત સુધી જગાડે છે.

અને જવાબદારી સવારે જલ્દી ઉઠાડી દે છે.



આપણા કર્મોની ભૂલ આપણને કયાં દેખાય છે, 

એટલેજ તો જ્યોતિષને પૂછવું પડે છે કે શું નડે છે..!! 



જલેબીમાં પણ એક સંદેશો છુપાયેલો છે, 

પોતે ગમે તેટલા ગૂંચવણમાં હોય 

પણ બીજાને હંમેશા મીઠાશ આપે..!!




Krishna Suvichar in Gujarati

સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે...

સમય વીતી ગયા પછી લીધેલા સાચા નિર્ણયની કોઈ કિંમત નથી હોતી.



મનુષ્યની માનવતા ત્યારે જ ખલાસ થઈ જાય છે,

જ્યારે તેને બીજાને દુઃખ માં જોઈને હસું આવે છે



લોકોની ટીકા થી તમારો માર્ગ ન બદલતા.  

કારણ કે સફળતા શરમ થી નહીં,

સાહસ થી જ મળશે.



દરેક માણસ હોશિયાર હોય છે સાહેબ,
 
બસ વિષય બધાના અલગ અલગ હોય છે.



કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો

ભૂલમાંથી ધણું બધુ શીખી શકાય..!! 



ધણું થાકી જવાય છે આ દોડ ભાગ ની જીંદગીમાં, 

ઈચ્છાઓ ની ઓફિસમાં રવિવારની રજા નથી હોતી..!! 



મનથી ભાંગી પડેલાને તો મિત્ર જ સાચવે છે, 

સંબંધીઓ ખાલી વ્યવહાર જ સાચવે છે..!! 

Sambandh Suvichar Gujarati


માણસ પોતાને હોશિયાર સમજે એમાં કંઈ ખોટું નથી, 

પછતાવાનો વારો ત્યારે આવે છે જ્યારે એ બીજાને મૂરખ સમજે છે..!! 



જીવનમાં એવું લાગવા લાગે કે
મુસીબતો નો સમય ચાલી રહ્યો છે,
તો એક વાત હંમેશા યાદ રાખજો કે
તારાઓ અંધારા વગર ક્યારેય ચમકતા નથી...



કઈ ઉંમરે કમાવુ જોઇએ,

કઈ ઉંમરે અભ્યાસ કરવો જોઈએ, 

એ "શોખ" નહીં, "સંજોગો" નક્કી કરે છે !!



રસ્તાઓ પણ થાકશે એક દિવસ તમને દોડાવીને

શરત એ છે કે તમને વિશ્વાસ તમારાં કદમો પર હોવો જોઈએ...!!!




સવાર સવારમા બે પ્રકારના લોકો જોવા મળે છે..

એક તો પેટની જવાબદારીના લીધે વહેલા કામ પર જવાવાળા 

અને.. બીજા પેટની જવાબદારીના લીધે મોર્નિગવોક પર જવાવાળા




કમાવવું અને કામમાં આવું જીંદગીમાં બંને બહુ જરૂરી છે, 

કેમકે કમાવવાથી રોટલી મળશે અને કામમાં આવવાથી કોઈની દુઆ..!! 



સાયકલ અને જિંદગી ત્યારે જ

સરખી ચાલે જ્યારે તેમાં ચેન હોય...




માણસને બોલવું હોય અને છતાં ન બોલી શકે એવું બે વાર બને છે.

કાં તો એનું હૈયું *"ગભરાઈ"* ગયું હોય,
કાં તો એનું હૈયું *"ભરાઈ"* ગયું હોય.



સારા અનુભવથી ખરાબ માણસો બદલાઈ કે ન બદલાઈ, 

પણ ખરાબ અનુભવથી સારા માણસો ચોકકસ બદલાઈ જાય છે..!!




જિંદગી ત્યારે સારી લાગે છે

જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ

પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય

જ્યારે લોકો આપણાથી ખુશ હોય.


Gujarati Suvichar


શિયાળામાં લોહી વહેતુ રાખવા માટે એક 'તાપણું' જોઈએ, 

પણ, લાગણી વહેતી રાખવા માટે એક 'આપણું' જોઈએ.



સંધષૅ તમને થકવાડે જરૂર છે,

પણ એ તમને અંદરથી મજબૂત બનાવે છે..!! 



જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને

સાહેબ. એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ|



અસંભવ ફકત એ જ છે ,

જેની તમે શરૂઆત નથી કરી..!! 



માણસ એ એવી 'વ્યક્તિ' છે જે,

તમારી "સાથે" બોલવાનું બંધ કરે..

એટલે તમારા 'વિશે' બોલવાનું શરૂ કરે.



વહેંચી નાખે એવા તો ધણા છે આ દુનિયામાં સાહેબ ,

કોઈ તમારા માટે ખર્ચાય જાય એની કિંમત કરજો..!! 



જીવન ગુજરાતી સુવિચાર


ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,

ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,

હસતો અને રડાવતો રાગ છે જીંદગી,

પણ આખરે તો "કરેલા કર્મો નો જવાબ છે જીંદગી"...



માણસની મોટી તકલીફ એ છે કે એને તરત જોઈએ,
સરસ જોઈએ, મફત જોઈએ પણ યાદ રાખો કે,

તરત + સરસ = મફત નહીં મળે
તરત + મફત = સરસ નહીં મળે
સરસ + મફત = તરત નહીં મળે..




સમય સારો હોય કે ખરાબ એતો વીતી જાય છે, 

પણ વાતો,વ્યકિત અને વ્યવહાર યાદ રહી જાય છે..!! 




કોઈ ખુશીમાં રડ્યું છે તો કોઈ દુઃખ માં રડ્યું છે...

ગજબ ખેલ છે જિંદગીનો સાહેબ,

કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે...




ખુશીઓનું માપ નથી હોતું, ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો...

ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી આવતી 

અને ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.



Life Success Gujarati Suvichar

હદયમાં જેમનું પણ સ્થાન રાખું છું ને સાહેબ..

મારાથી પણ વધારે ધ્યાન હું એમનું રાખું છું...



સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, માત્ર આપને જ એની હાજરીને લક્ષમાં લેતા નથી.




હાથમાંનું સુખ મૂકી દઈને જે કાલ્પનિક સુખની શોધમાં દોડે છે

તેને મૃગજળની માફક કડી પણ સુખ પ્રાપ્ત થતું નથી.




દુન્યવી ચીજોમાં સુખ શોધવું નકામું છે. સુખનો ખજાનો તો તમારી અંદર જ પડેલો છે.


Gujarati Good Morning Suvichar

જે બીજાની વધુમાં વધુ સેવા બજાવે છે તે જ વધારેમાં વધારે સુખી છે.




'હું' અને 'મારું' કરવા કરતા 'આપણે' અને 'આપણુ' કરવાથી

જીવન વધારે સુખમય લાગે છે.




સુખી થવાની ચાવી આ છે: પાપ થાય તેવું કમાવું નહિ,

માંદા પડીએ તેવું ખાવું નહિ, દેવું થાય તેવું ખર્ચવું નહિ અને

લડાઈ થાય તેવું બોલવું નહિ.


2 Line Suvichar Gujarati


આખું જગત સુખી રહે તેવી ઈચ્છા દ્રઢ કરવાથી આપણે પોતે સુખી થઈએ છીએ.




જેનામાં સદબુદ્ધિ છે અને જેની પાસે વિવેકનો વાસ છે તે વ્યક્તિ પરમ સુખી છે.




જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે.



સારા સુવિચાર ગુજરાતી અર્થ સાથે


જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો

સિદ્ધાંત નહીં વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે મૂળ નહી.



ભૂલ નો બચાવ કરવા કરતા કબુલાત માં ઓછો સમય લાગે છે



મન માં રાખી ને જીવશો તો, મન ભરી ને જીવી નહિ શકો.




" લોકો કહે છે ઉદાસી તારો સ્વભાવ છે,પણ.. 
તેમને ક્યાં ખબર છે...? 
આ તો કોઈ ના અભાવ નો પ્રભાવ છે "




તાળું તોડી કોઈ લૂંટે, એટલી તો જિંદગી અમીર પણ નથી...

મૈત્રી ભાવો કદી ખૂટે, એટલો " હું " ગરીબ પણ નથી...!!! 




આ તો આદર કરવાની વાત છે... 

" બાકી જે વ્યક્તિ સાંભળી શકે છે,,, 

એ વ્યક્તિ સંભાળાવી પણ શકે છે...!!!



Suvichar Gujarati Short



હરખ નો હિસાબ નો હોય... સાહેબ...અને જ્યાં હિસાબ હોય,,, 
ત્યાં હરખ ન હોય...!!!




એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે.

પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે 




બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર

અનુભવ એ એક એવો કાંસકો છે જે કુદરત આપણે ત્યારે જ આપે છે જયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે




સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.



ભૂલ કરે તેને માણસ કહેવાય

ભૂલ સુધારે તેને મોટો માણસ કેહવાય અને

જે ભૂલ સ્વીકારી લે તેને ભગવાનનો માણસ કેહવાય




બીજાની ખુશીમાં, ખુશી નું કારણ જાણવા કરતા, ખુશીને માણવાથી એની ખુશી માં વધારો કરે છે.અને

બીજાના દુઃખ માં, દુઃખ ને માણવા કરતા, એના દુઃખ નું કારણ જાણવાથી એને દુઃખ માં રાહત મળે છે.




જીંદગીમા કેટલું જીવયા તે મહતવ નું નથી,

કેવું જીવયા તે મહતવનું છે.




યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.




તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય…

તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો




ધનવાન બનવું સહેલું છે પણ ધનવાન બન્યા પછી ધન પચાવું બહુ અઘરું છે .



જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, 

પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.




સત્સંગી જીવન હમેશા સમાજ થી બે ડગલા આગળ હોય છે.




મૌન રહો અને પોતાની સુરક્ષા કરો. મૌન કદી તમારો વિશ્વાસઘાત નહી કરે




સ્વાર્થી વ્યક્તિ તમને નમસ્તે કરે તો સાવચેત થઈ જવું.



“શંકા કરીને બરબાદ થવું એના કરતા વિશ્વાસ કરીને બરબાદ થવું વધારે સારું.”




સૌને સમાન નજરે જુઓ એજ આપણો ધર્મ છે.





Post a Comment

0 Comments