Sambandh Gujarati Suvichar : સંબંધ ગુજરાતી સુવિચાર images

સંબંધ ગુજરાતી સુવિચાર images, Sambandh Gujarati Suvichar, Sambandh Suvichar, Gujarati Suvichar, Best Sambandh Suvichar, Family Suvichar Gujarati
ADMIN
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Sambandh Gujarati Suvichar

મિત્રો આજની નવી પોસ્ટ આપને બેસ્ટ 50+ સંબંધ ગુજરાતી સુવિચાર જોવા મળશે. 

અમારી પોસ્ટ પસંદ આવે તો Social Media પર Share કરવાનુ ના ભૂૂૂલતા.


Sambandh Gujarati Suvichar
Sambandh Gujarati Suvichar 

જો નિભાવવાનો પ્રયત્ન બંને તરફથી હોય,
તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તુટતો નથી.


સંબંધ તે નથી કે કોની પાસેથી તમે કેટલું સુખ મેળવો છો,
સંબંધ તો તે છે કે કોના વિના તમે કેટલી એકલતા અનુભવો છો.


બાપ ભલે ગમે તેટલો ગરીબ હોય,
પણ દીકરી માંગે ત્યારે બાપનું ખીસ્સું ખાલી ન હોય.


કારણ કોઈ પણ હોય સાહેબ,
જો તમે અધવચ્ચેથી છોડી દેશો તો એ રમત હશે સંબંધ નહીં.


જિંદગીનું ગણિત છે સાહેબ,
વિકલ્પો વધુ હોય ત્યાં સંબંધોની કિંમત ઘટી જાય છે.

સંબંધ ગુજરાતી સુવિચાર images

બધી ખબર હોય કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે,
છતાં ન બોલીને સંબંધ સાચવે તે જ સાચો સંબંધ છે.


સંબંધોમાં ક્યારેય પરીક્ષા ના લેશો,
નાપાસ સામેવાળા થશે તો પણ રડશો તો તમે જ.


જિંદગીમાં સુખી થવું હોય તો,
સંબંધોને સાચવતા શીખો, વાપરતા નહીં.


કોઈપણ સંબંધ વિશ્વાસ કરતા વધું,
એકબીજાની સમજણ પર ટકેલો હોય છે.


સંબંધ તો એવા જ સારા,
જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય.


મળીયે ત્યારે નહીં પણ જુદા પડીએ ત્યારે ખબર પડે,
કે સંબંધ કેટલો સાચો હતો.


સંબંધ મોટાભાગે ખોટું બોલવાથી નહીં,
સાચું બોલવાથી તૂટી જાય છે !!


કોઈની જોડે સંબંધ સાત મહિનાનો હોય કે સાત દિવસનો,
પણ જો સાચી લાગણીથી બંધાઈ જવાય તો સાત ભવમાં પણ ભૂલી નથી શકતા !!

 

અમારી બીજી પોસ્ટો :- BEST 50+ Nana Gujarati Suvichar 


લાગણીની કદર અને સાચી સમજણ હોય,
ત્યાં સબંધ હંમેશા તાજા અને ખીલેલા રહે છે !!


ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ,
બસ સંબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ !!


જો સંબંધ શાંતિથી પસાર થઇ રહ્યો છે,
તો સમજી લેવું કોઈ એક વ્યક્તિ એ સંબંધને સહન કરી રહ્યો છે !!


સમય જોઈને સંબંધ રાખે એના કરતા,
સંબંધ જોઇને સમય આપે તે સાચો સંબંધ !!

Best Sambandh Suvichar
"સંબંધ" અને "સંપતી",
 મુઠ્ઠી ભરો તો "રેતી" છે અને 
જો વાવતા રહો તો "ખેતી" છે !!


તોડવાથી તૂટે એ કાચનું વાસણ,
સાચો સંબંધ નહીં !!


સંબંધ હોય કે સમસ્યા બસ મન મોટું રાખજો,
બાકી દુનિયા તો બહુ નાની જ છે !!


બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા,
લોકો તમારા સંબંધ તોડવાની એકવાર તો 
જરૂર કોશિશ કરશે !!


ધારી લઈએ એના કરતા,
પૂછી લઈએ તો "સંબંધ" વધારે ટકે !!


જ્યારે આપણે આપણા સંબંધો માટે
સમય નથી કાઢી સકતા,
ત્યારે સમય આપણી વચ્ચેથી સંબંધ 
કાઢી નાખે છે.


ખોટી શંકા કરી સંબંધો ના બગાડતા,
બહુ મુશ્કેલીથી સારા સંબંધો ઘડાતા હોય છે !!


વાંક તારો હોય કે મારો,
સંબંધ તો આપણો છે ને !!


મતભેદમાં થીજવા કરતા,
લાગણીમાં પીગળવું એ સાચા 
સંબંધની નિશાની છે !!


સંબંધ એની સાથે જ બનાવો,
જેનામાં નિભાવવાની ઔકાત હોય !!


વાવીને ભૂલી જવાથી તો 
છોડ પણ સુકાઈ જાય સાહેબ,
સંબંધો સાચવવા હોય તો એક બીજાને
યાદ કરવા પણ જરૂરી છે !!
સંબંધ ગુજરાતી સુવિચાર 

પત્ની એટલે સુખમાં હોઠોનું સ્મિત,
અને દુઃખમાં આંસુ લુછતી હથેળી !!


ચાર દીવાલોના ગોખલાને,
જો કોઈ ધબકતું ઘર બનાવી શકે
તો તે સ્ત્રી છે !!


સંબંધ માત્ર સુખ દુઃખમાં
સાથ આપવા માટે જ નથી હોતો,
સંબંધ તો એ છે જે પોતાના
હોવાનો અહેસાસ આપે !!


તૂટેલો સંબંધ બહુ મોટો શિક્ષક હોય છે,
પણ તેની કિંમત બહુ ઉંચી હોય છે સાહેબ !!


જે સંબંધને સાચવવા Thank You બોલવું પડે,
એ સંબંધ નહીં વ્યવહાર છે સાહેબ !!
Family Suvichar Gujarati

મતલબ બહુ વજનદાર હોય છે સાહેબ,
નીકળી ગયા પછી સંબંધને હલકો કરી નાખે છે !!


ખુબ સાદગી જોઈએ સંબંધ નિભાવવા માટે,
છળ-કપટથી તો માત્ર મહાભારત રચી શકાય !!


ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી,
એ જ સાચા સંબંધની નિશાની છે !!


નારાજ થવાનો હક તો પોતાના જ આપે છે,
પારકા સામે તો હંમેશા હસતા જ રહેવું પડે છે !!


એક ખોટી વાત અને એક અધુરી વાત,
કેટલાય સંબંધો તોડી નાખે છે !!


ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા,
સાચું બોલીને સંબંધ તોડી દેવો સારો !!


થોડો સમય કાઢી વાત કરી લેજો સાહેબ,
ખામોશી ઘણીવાર સંબંધો તોડી નાખે છે !!


પોતાના માટે જીવો સાહેબ,
બીજાને બતાવવા માટે નહીં !!

 

અમારી બીજી પોસ્ટો :- 50+ Gujarati Suvichar Sms


સંબંધો થોડા વધારે હોય તો ઓછા કરી નાખજો,
પણ જે સંબંધ રાખો એને થોડા મજબુત કરી નાખજો !!


ઘણીવાર સંબંધ બગડી જાય ત્યારે કારણ નથી મળતા,
અને જ્યારે કારણ મળી જાય ત્યારે સંબંધ નથી જડતા !!


સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ બને છે,
બાકી જલસા હોય ત્યારે તો આખું જગત બાજુમાં જ મળે છે !!


સંબંધો તો સ્વર્ગમાં રચાય,
પૃથ્વી પર તો ફક્ત સરનામાં શોધાય છે !!

 

Gujarati Family Suvichar

સંબંધ લખવાના કે વાંચવાના નહીં,
જીવવાના હોય છે સાહેબ !


દિમાગ ભલે હૃદયથી બે વેંત ઉંચે હોય,
પણ હૃદયથી બનતા સંબંધો બધાથી ઊંચા હોય છે !!


સંબંધમાં જયારે જુઠું બોલવાની શરૂઆત થાય,
ત્યારે સંબંધના અંતની શરૂઆત થઇ ચુકી હોય છે !!


સંબંધ સારા સમયમાં અનુભવાય છે,
અને ખરાબ સમયમાં ઓળખાય છે !!


કંઇક તો અલગ લાગણી હશે ને એ સંબંધમાં,
એમનેમ તો કંઈ ગોવર્ધન પર્વત ઊંચકનારો સુદામાના પગ ના ધોવે !!
 Gujarati Suvichar Family

ફરિયાદ કરીને બગાડવા કરતા,
ફરી યાદ કરીને સંબંધ નિભાવવો !!


દરેક સંબંધમાં એક ત્રીજી વ્યક્તિ રાહ જોતી જ હોય છે,
કે આમનો સંબંધ બગડે અને મારો મેળ પડે !!


અહમ તો બધાને હોય છે સાહેબ,
પણ નમે એ જ છે જેને સંબંધોનું મહત્વ હોય છે !!


કેવી રીતે ખીલશે સંબંધોના ફૂલ,
જો શોધ્યા કરશું એકબીજાની ભૂલ !!

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.